News of Saturday, 10th January 2026
અમદાવાદની ત્રણ ખાનગી સ્કૂલોની ફી વધારાની અરજી રિવિઝન કમિટીએ ફગાવી : ઉઘરાવેલી વધારાની ફી પરત આપવી પડશે.
નારાયણપુરામાં આવેલ તપોવન સ્કૂલ, ગોધાવીમાં આવેલ ઝાડયડસ સ્કૂલ તેમજ ચાંદલોડિયાની સાકાર સ્કૂલ હવે વાલીઓને વધારાની ફી પછી આપશે

અમદાવાદની ત્રણ ખાનગી સ્કૂલોની ફી વધારાની અરજી રિવિઝન કમિટીએ ફગાવી દીધી છે. અને હવે આ શાળાઓએ ઉઘરાવેલી વધારાની ફી વાલીઓને પરત આપવી પડશે. આ ત્રણ શાળાઓમાં નારાયણપુરામાં આવેલ તપોવન સ્કૂલ, ગોધાવીમાં આવેલ ઝાડયડસ સ્કૂલ તેમજ ચાંદલોડિયાની સાકાર સ્કૂલનો સમાવેશ થઈ રહ્યો છે.
FRCએ 34 હજાર 500 થી 46 હજારની ફી નક્કી કરી હતી. સાકાર સ્કૂલની ફી 30 હજાર 800 થી 46 હજાર 800 નક્કી કરાઈ હતી. જ્યારે ગોધાવી ઝાયડસની ફી 59 હજાર 800 થી 77 હજાર 175 નક્કી થઈ હતી. માંગ્યા મુજબની ફી ન મળતા શાળાઓ રિવિઝન કમિટીમાં ગઈ હતી. પરંતુ, સુનાવણી અને ડૉક્યુમેન્ટ ચકાસણી બાદ રિવિઝન કમિટીએ શાળાઓની અરજી ફગાવી દીધી છે. પરંતુ, શાળાઓએ અગાઉથી જ વધુ ફી ઉઘરાવ્યાનું સામે આવ્યું છે. ત્યારે હવે શાળાઓએ આ ફી પરત અથવા તો મજરે આપવી પડશે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
