<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

અંબાજીમાં ગબ્બરની ફરતે આવેલ 51 શક્તિપીઢના પરિક્રમા મહોત્સવની તડામાર તૈયારી : માઈ ભક્તોને નિમંત્રણ આપવા શહેર શહેર ફરશે રથ

ગબ્બરમાં આવેલા 51 શક્તિપીઠ મંદિરોનો પરિક્રમા મહોત્સવ આગામી 30 , 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ઉજવાશે

અંબાજીમાં ગબ્બરની ફરતે આવેલી 51 શક્તિપીઢના પરિક્રમા મહોત્સવની તડામાર તૈયારી થઇ રહી છે. માઈ ભક્તોને મહોત્સવનું નિમંત્રણ આપવા શહેર શહેર રથ ફરશે. શક્તિપીઠ અંબાજીમાં ગબ્બરમાં આવેલા 51 શક્તિપીઠ મંદિરોનો પરિક્રમા મહોત્સવ આગામી 30 , 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ઉજવાશે. જેને લઇ ગુજરાત રાજ્ય યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. તેમાં પણ ખાસ તો મહોત્સવમાં માઈ ભક્તોને નિમંત્રણ આપવા એક અંબિકા રથનું આયોજન કરવામાં આવ્યું છે. જે રથ ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં પણ ગામેગામ ફરશે. જેનું શાસ્ત્રોક વિધિ પ્રમાણે પૂજા-આરતી કરીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. હવે હજારોની સંખ્યામાં ભક્તો આ 51 શક્તિપીઠના દર્શન કરી પોતે ધન્યતા અનુભવશે.

 


 

(9:03 PM IST)