<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

સાગબારાના નાના ડોરાઆંબા ગામે નજીવી બાબતે પુત્રએ માતા, પિતાને લાકડું મારી ઇજા કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના ડોરાઆંબા ગામમાં.નજીવી બાબતે પુત્ર એ માતા, પિતાને લાકડું મારી ઇજા કરી જાન થી મારી નાખવાની ધમકી આપી

    મળતી માહિતી.અનુસાર સુરતાભાઇ ચેતર્યાભાઇ વસાવા નાઓએ આપેલ ફરિયાદ મુજબ તેમના દિકરા કિશનભાઇ સુરતાભાઇ વસાવાએ ઘાસના પુળામાંથી ઘાસ તેની ગાયોને ખવડાવતા હોય જેથી પિતા સુરતા ભાઈએ તેને ના પાડતા પુત્ર કિશન ગમે તેમ ગાળો બોલતો હોય જેથી પિતાએ ગાળો બોલવાની ના પાડતા ઘરમાં પડેલ લાકડા વડે પિતા ને માથાના પાછળના ભાગે એક સપાટો મારી ઇજા કરી તથા કિશનની માતા વંતુબેન ને પણ જમણા હાથે તથા જમણા થાપાના ભાગે એક એક સપાટો મારી મુઢ ઇજા કરી આજે તો બચી ગયા છો બીજીવાર તમને જીવતા નહિ રહેવા દઉ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી આપતા સાગબારા પોલીસે પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.


 

(10:46 PM IST)