તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
તિલકવાડાના ચુડેશ્વર ગામમાં ગાયોના ઝુંડમાં એક ગાયને કરંટ લાગતા મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ચુડેશ્વર ગામમાં ચરવા જતી ગાયોના ટોળામાંથી એક ગાયને કરંટ લાગતા મોત થયું છે
મળતી.માહિતી અનુસાર જાહેરાત આપનાર મહેશભાઇ છીતાભાઇ રબારી (રહે.ચુડેશ્વર તા.તિલકવાડા જી.નર્મદા) નાઓ પોતાના ઘરેથી તેમની ગાયો ચરાવવા માટે જતા હતા તે વખતે ચુડેશ્વર ગામની નજીક રોડની બાજુમાં જાકીર હુશેન અકબરખા રાઠોડ નાઓના ખેતરમાં વીજ થાંભલા નજીક તેમની ગાયો જતા વીજ થાંભલાના તાણીયા સાથે અડી જતા કરંટ લાગતા બીજી ગાયો ભાગી ગયેલ અને એક જર્સી ગાય ઉ.વ.૦૪ ની ને કરંટ લાગવાથી સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
