તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 11th January 2026
રેવન્યુ તલાટીની પરીક્ષાનું પરિણામ ૩૧ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૨૩૮૯ જેટલી ખાલી જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં લાખો ઉમેદવારો જોડાયા હતા

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે રેવન્યુ તલાટી ભરતીનું પરિણામ હવે અંતિમ તબક્કામાં છે. પ્રાપ્ત વિગતો મુજબ, રેવન્યુ તલાટીનું ફાઈનલ પરિણામ ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ અથવા ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૨૩૮૯ જેટલી ખાલી જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉમેદવારો ઘણા સમયથી પરિણામની માંગ કરી રહ્યા હતા, ત્યારે હવે તંત્ર દ્વારા પરિણામ તૈયાર કરવાની કામગીરી પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં જ સત્તાવાર વેબસાઇટ પર જાહેરાત કરવામાં આવશે.
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
