News of Sunday, 11th January 2026
સુરતમાં સતત ત્રીજા દિવસે પાણીપુરી વિક્રેતાઓને તવાઈ : પાંડેસરા અને રાંદેરમાં તંત્રનું ચેકીંગ : 20 જેટલા પાણીપુરી બનાવતા સ્થળો પર તપાસ
આરોગ્ય વિભાગની ટીમે પાણીપુરી, સડેલા બટાકા અને હાનિકારક સામગ્રીઓનો નાશ કર્યો: આરોગ્ય વિભાગે હજારો લિટર પાણીનો તાત્કાલિક નિકાલ કર્યો.

સુરતમાં સતત ત્રીજા દિવસે પાણીપુરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. પાંડેસરા અને રાંદેરમાં આરોગ્ય તંત્રએ કાર્યવાહી કરતા 20 જેટલા પાણીપુરી બનાવતા સ્થળો પર તપાસ હાથ ધરી. આરોગ્ય વિભાગની ટીમે પાણીપુરી, સડેલા બટાકા અને હાનિકારક સામગ્રીઓનો નાશ કર્યો. આરોગ્ય વિભાગે હજારો લિટર પાણીનો તાત્કાલિક નિકાલ કર્યો. આશાપુરી ગોવાલક નગર વિસ્તારમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી. ક્ષેત્રપાલ નગરમાં પાણીપુરી બનાવતી દુકાનોમાં પણ દરોડા કરાયા. આરોગ્ય ટીમ દ્વારા દરોડા પાડીને કામગીરી બંધ કરાવાઈ છે. સ્વચ્છતાના નિયમોનું પાલન નહીં થાય તો વધુ કડક પગલાંની ચીમકી આપી છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
