<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ સેવાના ફેઝ 2 અંતર્ગત સચિવાલયથી મહાત્મા મંદીર સુધીના અંતિમ રૂટનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ

36 કિલોમીટર લાંબા આ વિસ્તૃત કોરિડોર પર પાંચ નવા સ્ટેશનો પણ આજથી કાર્યરત :અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિરનો સમાવેશ

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ સેવાના ફેઝ 2 અંતર્ગત સચિવાલયથી મહાત્મા મંદીર સુધીના અંતિમ રૂટનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે . જેનો લાભ હજારો મુસાફરોને મળી રહેશે.  5.36 કિલોમીટર લાંબા આ વિસ્તૃત કોરિડોર પર પાંચ નવા સ્ટેશનો પણ આજથી કાર્યરત થયા છે . જેમાં અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે. આ વિસ્તરણને કારણે ગાંધીનગરના 20 જેટલા સેક્ટર અને આસપાસના ગામડાઓના રહીશોને જ નહીં, પરંતુ પ્રવાસીઓને પણ મોટો ફાયદો થશે. હવે અક્ષરધામ મંદિર અને દાંડી કુટીર જેવા મહત્વના પ્રવાસન સ્થળો સુધી મેટ્રો દ્વારા સરળતાથી પહોંચી શકાશે. આ લોકાર્પણ સાથે જ અમદાવાદ અને ગાંધીનગર એમ બંને શહેરો વચ્ચે જાહેર પરિવહન સેવા વધુ સુદ્રઢ અને ઝડપી બનશે.

(8:16 PM IST)