<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

હાલોલ-પાવાગઢ રોડ પરથી માસુમ બાળકના અપહરણનો ભેદ ઉકેલાયો : દંપતીની ધરપકડ : ચોંકાવનારો ખુલાસો

હાલોલની પનોરમાં ચોકડી પાસેથી એક દંપતીને ઝડપી પાડી બાળકને હેમખેમ છોડાવી લેવાયુ : પકડાયેલું દંપતી નિઃસંતાન હોવાથી તેમણે બાળકને ઉઠાવ્યું હતું

પંચમહાલના હાલોલ-પાવાગઢ રોડ પરથી બાળકના અપહરણની ઘટના સામે આવી છે. 5 મહિનાના બાળકને રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સો લઈ ગયા હતા. પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસીને દંપતીને ઝડપ્યું છે. બાળકોના અપહરણ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

પંચમહાલ જિલ્લાના હાલોલ-પાવાગઢ રોડ પરથી ચોંકાવનારી ઘટના બની હતી. ફૂટપાથ પર સૂતેલા ગરીબ પરિવારના 5 મહિનાના માસૂમ બાળકનું રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હતું. પરિવારની ફરિયાદ બાદ પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી. પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસી અને અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ કરી હતી. તપાસના અંતે, હાલોલની પનોરમાં ચોકડી પાસેથી એક દંપતીને ઝડપી પાડી બાળકને હેમખેમ છોડાવી લેવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, હાલોલ-પાવાગઢ રોડ પરથી ચોંકાવનારી ઘટના બની હતી. ફૂટપાથ પર સૂતેલા ગરીબ પરિવારના પાંચ મહિનાના માસૂમ બાળકનું રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હતું. પરિવારની ફરિયાદ બાદ પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી. પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસી અને અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ કરી હતી. તપાસના અંતે, હાલોલની પનોરમાં ચોકડી પાસેથી એક દંપતીને ઝડપી પાડી બાળકને હેમખેમ છોડાવી લેવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, પકડાયેલું દંપતી નિઃસંતાન હોવાથી તેમણે બાળકને ઉઠાવ્યું હતું. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:56 PM IST)