News of Monday, 12th January 2026
અમદાવાદમાં કાલે સોમવારથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રંગારંગ પ્રારંભ: ૫૦ દેશોના ૧,૦૭૧ પતંગબાજો જોડાશે
ગુજરાતના આંગણે ફરી એકવાર વિશ્વભરના પતંગરસિયાઓનો જમાવડો થશે.

અમદાવાદમાં આવતીકાલે સોમવારે ૧૨ જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં દેશ-વિદેશના સ્પર્ધકો ભાગ લેશે.
ઉતરાયણ પર્વ નિમિત્તે યોજાતા વિશ્વપ્રખ્યાત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન ૧૨ જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ વર્ષે મહોત્સવમાં ૫૦ જેટલા વિવિધ દેશોના પતંગબાજો ભાગ લેવા આવી રહ્યા છે. કુલ ૧,૦૭૧ જેટલા પતંગ ઉત્સાહીઓ સાબરમતી રિવરફ્રન્ટના આકાશમાં અવનવા પતંગો ચગાવીને આકર્ષણ જમાવશે. આ મહોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
