<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

કંડલાના દીનદયાળ પોર્ટ પર ૭૩૩ કરોડના ખર્ચે નવો કાર્ગો બર્થ આકાર લેશે: પીપીપી મોડલ હેઠળ પ્રોજેક્ટ હાથ ધરાશે

આ પ્રોજેક્ટ ‘બિલ્ડ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર’ (બીઓટી) મોડલ હેઠળ ૩૦ વર્ષના સમયગાળા માટે આપવામાં આવશે.

ગુજરાતના કચ્છમાં આવેલ કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ બંદરની ક્ષમતા વધારવા માટે ૭૩૩ કરોડ રૂપિયાના ખર્ચે નવા સુપર કાર્ગો પ્રોજેક્ટની જાહેરાત કરી છે.

દીનદયાળ પોર્ટ પ્રશાસને ટુના ટેકરા ખાતે નવા મલ્ટી-પર્પઝ કાર્ગો બર્થના નિર્માણ માટે બિડ આમંત્રિત કરી છે. આ પ્રોજેક્ટ ‘પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ’ (પીપીપી)ના ધોરણે વિકસાવવામાં આવશે.

કુલ ૭૩૩.૨૦ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે તૈયાર થનાર આ પ્રોજેક્ટ વાર્ષિક ૭.૨૦ મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવશે. તે ડ્રાય બલ્ક અને બ્રેક બલ્ક જેવા વિવિધ પ્રકારના કાર્ગોને હેન્ડલ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. 
આ પ્રોજેક્ટ ‘બિલ્ડ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર’ (બીઓટી) મોડલ હેઠળ ૩૦ વર્ષના સમયગાળા માટે આપવામાં આવશે.


 

(12:20 AM IST)