તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 12th January 2026
પાલિતાણાના હણોલમાં આવતીકાલથી ૩ દિવસીય આત્મનિર્ભર મહોત્સવ
ગ્રામીણ ભારતને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને સાકાર કરવા પ્રેરક મંચઃ કૃષિ ગ્રામિણ વિકાસ રોજગાર, યુવા શકિત, રમતગમત, ટેકનોલોજી અને સંસ્કૃતિ સંબંધિત કાર્યક્રમોઃ પરિસંવાદ પ્રદર્શનો તથા લોકાર્પણ શિવરાજસિંહ ચૌહાણ, મનસુખભાઇ માંડવિયા, પી. ટી. ઉષા, જીતુભાઇ વાઘાણી અને કુંવરજીભાઇ બાવળિયાની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારંભઃ મહોત્સવના અન્ય દિવસોમાં રાજયપાલ દેવવ્રતજી, મેડ ઇન ઇન્ડિયા વિચારધારાના પ્રણેતા શ્રીધર વેન્બુ, કપીલ દેવ, રામાયણ ટીવી સીરીયલના રામના પાત્રથી લોકપ્રિય અરૃણ ગોવિલ ઉપસ્થિત રહેશે રાજયપાલ દેવવ્રત આચાર્ય પ્રભાત ફેરીમાં ગ્રામ્યજનો સાથે જોડાશેઃ અને ગ્રામસફાઇ અભિયાનમાં સ્વચ્છતા સામુહિક જવાબદારીનો સંદેશ આપશેઃ આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ રેલીનું આયોજન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ર ઃ.. પાલિતાણાના હણોલમાં 'મારુ ગામ, મારુ અભિયાન' ના સુત્ર સાથે આત્મનિર્ભર હણોલ મહોત્સવ-ર૦ર૬ નો આવતીકાલથી પ્રારંભ થઇ રહ્યો છે. આ મહોત્સવ ૩ દિવસ ચાલશે.
પાલિતાણા તાલુકાના હણોલ ગામે તા. ૧૩મી જાન્યુઆરીથી ૧૫મી જાન્યુઆરી દરમિયાન યોજાનાર ત્રણ દિવસીય 'આત્મનિર્ભર હણોલ મહોત્સવ-૨૦૨૬' ગ્રામિણ વિકાસ, સ્વાવલંબન અને જનસહભાગિતાનો અનોખો ઉત્સવ બનવા જઈ રહ્યો છે. આ મહોત્સવમાં દેશ અને રાજ્યના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહી વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લેશે.
આ આત્મનિર્ભર મહોત્સવના વિવિધ દિવસોમાં કૃષિ, ગ્રામિણ વિકાસ, રોજગાર, યુવા શકિત, રમતગમત, ટેકનોલોજી અને સંસ્કૃતિ સંબંધિત કાર્યક્રમો, પરિસંવાદો, પ્રદર્શનો તથા લોકાર્પણો યોજાશે. ગ્રામિણ ભારતને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે આ મહોત્સવ એક પ્રેરક મંચ પૂરું પાડશે.
આત્મનિર્ભર મહોત્સવના પ્રથમ દિવસે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામિણ વિકાસ મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ, શ્રમ અને રોજગાર, રમતગમત તથા યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી ડાઙ્ખ. મનસુખ માંડવિયા, આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ખેલાડી અને ઇન્ડિયન ઓલિમ્પિક એસો.ના ઙ્કેસિડન્ટશ્રી પી. ટી. ઉષા, તેમજ ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા સહિતની ઉપસ્થિતિમાં મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે.
આ મહોત્સવના દરમિયાન ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી હણોલ ગામે રાત્રિ રોકાણ કરશે, જે ગ્રામિણ જીવન સાથે તેમની સીધી જોડાણની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. રાજ્યપાલશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી વિષયક પરીસંવાદ યોજવામાં આવશે, જેમાં ખેડૂતોને કુદરતી ખેતીના લાભો, અનુભવ અને માર્ગદર્શન આપવામાં આવશે.
આ સાથે રાજ્યપાલશ્રી પ્રભાત ફેરીમાં ગ્રામજનો સાથે જોડાશે તેમજ ગ્રામ સફાઈ અભિયાનમાં ભાગ લઈ સ્વચ્છતા અને સામૂહિક જવાબદારીનો સંદેશ આપશે.
આ મહોત્સવના અન્ય દિવસોમાં ગુજરાતના રાજ્યપાલશ્રી સાથે સાથે 'મેડ ઇન ઇન્ડિયા' વિચારધારાના ણેતા અને ઝોહો (ક્ષ્ંત્ર્ં) ના સ્થાપક શ્રીધર વેમ્બુ, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ, તેમજ રામાયણ સીરીયલના રામના પાત્રથી લોકયિ બનેલા અભિનેતા અને સાંસદ અરુણ ગોવિલ મહોત્સવને ગૌરવ આપશે.
'આત્મનિર્ભર હણોલ મહોત્સવ' દ્વારા ખેડૂત ભાઈઓ, યુવાનો, મહિલા સ્વસહાય જૂથો, કારીગરો અને ગ્રામ ઉદ્યોગકારોને નવી દિશા અને પ્રેરણા મળશે. પ્રાકૃતિક ખેતી, સ્થાનિક ઉત્પાદન, સ્વચ્છતા, આરોગ્ય અને ટેકનોલોજી જેવા વિષયો પર આ મહોત્સવ ગ્રામિણ વિકાસ માટે માર્ગદર્શક સાબિત થશે.
આયોજકો દ્વારા હણોલ તથા આસપાસના ગામોના નાગરિકો, ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને તમામ જનતાને આ ત્રણ દિવસીય ઐતિહાસિક મહોત્સવમાં મોટી સંખ્યામાં જોડાવા માટે આમંત્રણ એક યાદીમાં આપવામાં આવ્યું છે
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
