તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 12th January 2026
રાજકોટ ગ્રામ્ય, જામનગર સહિત ગુજરાતભરમાં CID દ્વારા ૧૮૭૩ સ્થળ ચેક
માનવ તસ્કરી, માસૂમ બાળકો પાસે મજૂરી સહિતના ગેર કાયદે કળત્યો માટે મુખ્ય પોલીસ તથા CID વડા ડો. કે.એલ.એન.રાવના માર્ગદર્શનમાં એડી ડીજી અજય ચૌધરીના નેતૃત્વમાં મેગા ઝુંબેશ રેલવે, બસ સ્ટેશન, જોબ એજન્ટોથી માંડી ઇંટ ભઠ્ઠીઓ સુધી શહેર પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ફોર્સ સાથે સંકલન સાથે કાર્યવાહીઃ અકિલા સાથે ips અજય ચૌધરી અથ થી ઈતિ સુધીની વિગતો વર્ણવે છે

રાજકોટ, તા. ૧રઃ રાજ્યના મુખ્ય પોલીસ વડા કે જેમના હસ્તક ગુજરાત CID ક્રાઇમ વિભાગ મૂકવામાં આવ્યો છે, તેમના માર્ગદર્શનમાં CID ના એડિશનલ ડીજીપી અજય ચોધરી દ્વારા પોતાના સાથી અધિકારીઓ સાથે એક માસ સુધી માનવ તસ્કરી, બાળ મજૂરી, અને બંધવા મજૂરી જેવા માનવીય પ્રશ્ને એક માસની વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ, જેના અદભુત પરિણામ મળ્યાનું CID વિભાગમાં વુમન સેલ જેવી જવાબદારી રાજ્ય સરકાર દ્વારા જેમને સુપ્રત થયેલ છે તેવા સિનિયર IPS અજય ચોધરીએ અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ ગ્રામ્ય અને જામનગર સહિત ગુજરાતભરમાં આવી કાર્યવાહી કરવામાં આવેલ જેમાં સંબધક પોલીસ મથક તથા હ્યુમન ટ્રાફિકિંગ ફોર્સ સાથે સંકલનમાં રહી આ કાર્યવાહી થયેલ

(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
