News of Monday, 12th January 2026
વિધાનસભાના ઉપાધ્યક્ષ અને બે નાયબ મુખ્ય દંડકની નિમણૂક થશે

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર, તા.૧૨: ભારતના વડાપ્રધાનના ત્રણદિવસના મુલાકાત પછી રાજકીય મોટી ઉથલપાથલ થાય તેવા સમાચાર મળી રહ્યા છે.
ગુજરાત વિધાન સભાના નાયબ બે મુખ્ય દંડક અને વિધાનસભાના ઉપાધ્યક્ષોની રચના કરવામાં આવશે તેવી રાજકીય રચનાની મુખ્ય બાબત ધ્યાને આવી છે.
આ રચનામાં વિદ્યાનસભાના નાયબ દંડક કોૈશીક વેકરીયા (અમરેલી) તેમજ રમણ સોલંકી બંનેને મંત્રી મંડળમાં સમાવેશ થયો છે.
આ ઉપરાંત ગુજરાત વિદ્યાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠા ભરવાડની ખાલી પડેલી જગ્યા ભરવાની થાય છે. હવે એ જોવાનું રહ્યું છે. આ જગ્યાએ કોની નિમણૂંક થાય છે તે અગત્યની બાબત છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
