News of Monday, 12th January 2026
વિધાનસભાનું બજેટ સત્ર ર૦ ફેબ્રુઆરીથી
દોઢેક માસ સત્ર ચાલશે : વિવિધ વિધેયકો અને યોજનાઓ રજૂ થશે

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર, તા. ૧રઃ ગુજરાત વિધાનસભાનું આગામી વર્ષ -ર૦ર૬-ર૦ર૭ નું બજેટ અંદાજપત્ર સત્ર શરૂ થઇ રહ્યું છે. શકય છે આ વિધાનસભાનું બજેટ સત્ર આગામી ર૦ ફેબ્રુઆરી-ર૦ર૬ ના રોજ શરૂ થઇ રહ્યું છે.
આ બજેટ ૩૧ મી માર્ચ સુધી ચાલુ રહેશે જેમાં રાજય સરકારના જુદા જુદા વિભાગોના માંગણીઓ રજૂ થશે જેને આ દરમ્યાન વિધિવત મંજુરી આપવામાં આવશે.
આ માંગણીઓમાં જુદા જુદા વિભાગોની મંજુરી આપવામાં આવશે. જેમાં તમામ માંગણીઓને મંજુરીઓ આપવામાં આવશે. જેની આગામી વર્ષની તમામ માંગણીઓ આવરી લેવામાં આવશે.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
