News of Monday, 12th January 2026
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા "ગ્રંથરત્ન શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ" ઉપક્રમે નીકળેલી ભવ્ય "શિક્ષાપત્રી વિજય યાત્રા"...
શ્રી સ્વામિનારાયણ મંદિર, કરજીસણ શ્રી ઘનશ્યામ મહારાજનો ભવ્ય સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.. બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો તેમજ પર્યાવરણ જતન માટે દાન અર્પણ...

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા "ગ્રંથરત્ન શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ" ઉપક્રમે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, કરજીસણ (ભાઈઓનું) શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ - નવનિર્માણ મહોત્સવ તથા શ્રી સ્વામિનારાયણ મંદિર કરજીસણ (બહેનોનું) શ્રી ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવે ભવ્ય "શિક્ષાપત્રી વિજય યાત્રા" પાંચ ગજરાજ ઉપર નિકળી હતી. જેમાં હકડેઠઠ માનવ મેદની હૈયે હૈયું દળાય એવી ત્રણ કિલોમીટરની લંબાઈમાં પ્રદર્શિત થતી હતી.
ચતુર્થ દિવસીય મહોત્સવના કાર્યક્રમની વિગતો આપતાં મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા જેવા કે વિવિધ ગ્રંથોની પારાયણો, મહાપૂજા, આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમ, સમૂહ રાસ, ભવ્ય અન્નકૂટ સાથે ભગવાનના મૂર્તિ પધરાવ્યા હતા.
બ્લડ ડોનેશન કેમ્પ, પર્યાવરણ જતન માટે દાન, ગામના પશુઓ ગાયો, ભેંસો માટે ઘાસ તથા પક્ષીઓ માટે ચણ, કીડીયારું પુરવામાં તેમજ જરૂરીયાતમંદને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું.
આ અણમોલ અવસરનો લ્હાવો ધણી મોટી સંખ્યામાં દેશ વિદેશના હરિભકતોએ ભકિતભાવપૂર્વક લીધો હતો.
શ્રી સ્વામિનારાયણ સિધ્ધાંત સજીવન મંડળ, કરજીસણના હરિભકતોએ સેવાનો લાભ લીધો હતો.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
