News of Monday, 12th January 2026
કડકડતી ઠંડીમાં ત્યજી દેવાયેલ બાળકીને સુરત પોલીસે અપનાવી લીધી
સંધ્યાબેન ગેહલોત અને વિશાળ પોલીસ સ્ટાફની હાજરીમાં નામકરણ વિધિઃ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એ બાળકીનું નામ ‘હસ્તી' રાખ્યું, ત્યારે લોકોએ તાળીઓના ગડગડાટથી નામ વધાવી લીધું કઠળ હૃદયના મનાતા પોલીસ સ્ટાફે સંપૂર્ણ ગરમ કપડાથી ઢબૂરી, હોસ્પિટલમાં રડતી આંખોએ સારવાર અપાવી અને અનોખી મિશાલ પુરી પાડી નાયબ મુખ્યમંત્રીએ હર્ષભાઈએ કહ્યું કે સુરત પોલીસ તમામ પડકાર જીલવા જે રીતે અગ્રેસર રહે છે, તે રીતે આ માસુમના મામલે જે કર્યુ તેનાથી મારું માન અનેકગણું વધી ગયું છે....

રાજકોટ, તા.૧૨: વિવિધ ગુનાખોરીઓ માટે પદ્ધતિસરની રણનીતિ અને તેના અલગ અલગ મિશન તથા પ્રયોરીટી આપી તે દરેક મિશનના નામ આપનાર સુરતના પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતે આ વખતે એક અનોખા અને માનવતાવાદી કાર્યનું જે રીતે નામકરણ કર્યું છે તેની નોંધ સર્વત્ર લેવાવા સાથે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડા પ્રધાનના કાર્યક્રમોમાં અતિ વ્યસ્ત છતાં સુરત પોલીસ પર આફ્રિન પોકારી ઉઠ્યા હતા, હર્ષભાઈ સહિત સમગ્ર સુરતવાસીઓ જે કાર્ય માટે પોલીસ પર ઓળઘોળ થયા તે કાર્ય વિષે જાણી આ કિસ્સો વાંચી વાહ શબ્દ મોઢામાંથી નીકળ્યા વગર નહિ રહે.
સુરતના દેલાડવા તળાવ પાસેથી એક ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી, આવી કડકડતી ઠંડીમાં બાળકીની હાલત શું થાય તે સમજતા PC થી સીપી સુધીનાંને સમજતા વાર ન લાગી, આ વાત પ્રસરતા માત્ર મહિલા પોલીસ નહિ, કડક મનાતી પોલીસની આંખો પણ ઉભરાઈ આવી, પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત અને તેમના પત્ની સંધ્યાબેન ગેહલોતને જાણ થતા બન્ને દંપતિની આંખો છલકાઈ ગયેલ.
પોલીસ સ્ટાફ તુર્ત આ બાળકીને હોસ્પિટલે ખસેડી, અને બાળકીને ઠંડી ન લાગે તેવા ગરમ ડ્રેસની વ્યવસ્થા કરાવી.
ડિંડોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર જે. ચુડાસમા દ્વારા તુર્ત બાળકીની સાર સંભાળની જવાબદારી પોતાના સ્ટાફ સાથે લીધી.
પોલીસ કમિશનર અને સુરત પોલીસે સહુએ સાથે મળી આ બાળકીની સંપૂર્ણ જવાબદારી કામ ચલાઉ ધોરણે નહીં કાયમી રીતે સાંભળી લીધી, વાત અહીથી અટકતી નથી આ બાળકીનું નામકારણ પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત અને તેમના પત્ની સંધ્યાબેન ગેહલોત હસ્તે કરવાનું નક્કી થયેલ જે મુજબ અનુપસિંહ ગ્રહલોતે આ બાળકી મોટી થાય એને પોતાના જન્મ વિષેની હક્કીકત જાણી સંકોચ ન અનુભવે તે બાબત કેન્દ્રમાં રાખી તે કોઈ સામાન્ય બાળકી નથી અસામાન્ય છે તેવું ફિલ કરાવવા સુધીના વિચાર કરી એ બાળકીનું નામ પોલીસ કમિશનરે હસ્તી નામ અને તે પણ એક હસ્તી હોવા સાથે ગુજરાતીના બીજા અર્થ હસમુખ સ્વભાવ સાથે સાંકળી બાળકી સદા હસતી રહે તેવા અર્થમાં નામકરણ કર્યું.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
