તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th January 2026
સુરત જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના :અરેઠના તડકેશ્વર ગામ પાસે અજાણ્યા વાહને બાઈકને ઉડાડી ફરાર: એક યુવાનનું મોત :એક ગંભીર
માંડવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી: અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ભાગી ગયો

સુરત જિલ્લામાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની છે. અરેઠ તાલુકાના તડકેશ્વર ગામ પાસે અજાણ્યા વાહને બાઈકને ઉડાડીને ફરાર થઈ ગઈ છે. બાઇક લઈ સવાર બન્ને યુવાનો રોડ પર પટકાયા હતા. ગંભીર ઈજાઓને કારણે બે પૈકી એકનું ઘટના સ્થળે જ મોત થયું છે. અન્યને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ માંડવી પોલીસને કરાઈ છે. માંડવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ભાગી ગયો હતો.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
