તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th January 2026
સાગબારા ખાતે અંધજન મંડળ અમદાવાદ દ્વારા સ્વરોજગારના સાધનોનો વિતરણ કાર્યક્રમ યોજાયો
109 જેટલા વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને વિવિધ પ્રકારના સ્વરોજગારના સાધનોનું કરાયું વિતરણ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:અંધજન મંડળ અમદાવાદ છેલ્લા 75 વર્ષથી વિકલાંગતા ક્ષેત્રે કાર્ય કરતી સાઉથ એશિયાની એક મહત્વની સંસ્થા છે. અંધજન મંડળ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તથા સાગબારા તાલુકામાં વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ અને વિકાસ માટે સતત કાર્ય થઈ રહ્યું છે. આ કાર્યના ભાગરૂપે અગાઉ 2023 માં 264 જેટલા વિકલાંગ વ્યક્તિઓને રોજગારીના સાધનો આપી સક્ષમ બનાવવાની કોશિશ કરાઈ હતી. ત્યારે ફરી એકવાર તા.10 જાન્યુઆરી, 2026 ના રોજ અંધજન મંડળ દ્વારા ફરી એક સ્વરોજગારના સાધનોનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 109 જેટલા વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને વિવિધ પ્રકારના સ્વરોજગારના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સાધનોમાં સિલાઈ મશીન, હાથલારી, ખેતીના સાધનો, રસોઈના સાધનો, ડેરી કીટ, સાયકલ રિપેરિંગ કીટ, વેલ્ડીંગ કીટ, જેવી વિવિધ કીટ દ્વારા તેઓને આજીવિકા કમાવવા માટે સક્ષમ બનાવવાની કોશિશ કરાઈ રહી છે. અંધજન મંડળનો લક્ષ્ય છે કે, નર્મદા જિલ્લાના મહત્તમ વિકલાંગ વ્યક્તિઓ પોતાના પગ પર ઉભા રહી આજીવિકા તો કમાઈ જ લે પરંતુ સાથે સાથે સન્માનજનક જીવન પણ જીવે.
આ વિતરણ કાર્યક્રમ નવીન ફ્લોરાઈન ઇન્ટરનેશનલ મફતલાલ ગ્રુપ ના સૌજન્યથી અને તેમના CSRના ફંડ દ્વારા કરવામાં આવી રહ્યું છે..નવીન ફ્લોરાઈન ઇન્ટરનેશનલ અંધજન મંડળ સાથે મળીને નર્મદા જિલ્લાના વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ તથા વિકાસ માટે કટિબદ્ધ છે. આ વિતરણ કાર્યક્રમ તા.10, જાન્યુઆરી 2026 ના રોજ સાગબારા તાલુકાની પ્રાથમિક શાળામાં યોજાયેલ હતો.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
