<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

ચામડા અને નખ નકલી હોવાનું જણાવી વન વિભાગ શંકાના દાયરામાં: ધર્મેશ્વર મંદિરમાંથી મળેલા ચામડા અને નખ પ્રાથમિક દૃષ્ટિએ નકલી હોવાનું જણાવતા ડી.એફ.ઓ અભયસિંહ

આટલી મોટી સંખ્યામાં વન્ય પ્રાણીના ચામડા અને નખ, 30 વર્ષ જુના છતાં નકલી હોવાનું જણાવી વન વિભાગ શંકાના દાયરામાં

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના પૂજારીના રૂમના ઉપલા માળ પરથી વન્ય પ્રાણીના ચામડા અને નખ મળી આવ્યા હતા.ત્યારે આ ચામડા અને નખ વાઘના હોવાનું ચર્ચાઈ રહ્યું છે તો બીજી આ ચામડા અને નખ પ્રાથમિક દૃષ્ટિએ નકલી હોવાનો દાવો નર્મદા વન વિભાગના ડીએફઓ અભય સિંહે કર્યો હતો.

ગત 25 ડિસેમ્બર ના આ ચામડા અને નખ વન વિભાગ ને મળ્યા ઉપરથી જેની કોઈ જાહેરાત ના કરી કે ના પ્રેસ કોન્ફરન્સ કરી 10 દિવસ બાદ હૈદરાબાદ ફોરેન્સિક લેબમાં ખરાઈ કરવા મોકલવામાં આવે છે. આ ધીમી કામગીરી થી આ તપાસ પર પડદો પાડવામાં આવી રહ્યો હોય કે ખુબ કિંમતી હોય વન વિભાગના અધિકારી ના જવાબ થી અનેક શંકાઓ ઉભી થતી જોવા મળી રહી છે.  
નર્મદા વન વિભાગના ડીએફઓ અભય સિંહે જણાવ્યું હતું કે થોડા દિવસ અગાઉ રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના પૂજારીના રૂમના ઉપલા માળ પરથી વન્ય પ્રાણીના ચામડા અને નખ મળી આવ્યા હતા એ પ્રાથમિક દૃષ્ટિએ નકલી હોવાની વાત હતી.આ ચામડા અને નખની ચકાસણી બાબતે અમે હૈદરાબાદ ખાતે એફ.એસ.એલ ખાતે મોકલી આપ્યા છે, જેનું પરિણામ આવતા ત્રણથી ચાર મહિનાનો સમયગાળો લાગી શકે છે.અમે જ્યારે ચામડા અને નખની જાત તપાસ કરી ત્યારે એનો કલર પણ નિકળતો ન હતો, એનો પ્રકાર પણ નક્કી નથી જણાતો એટલે અમને એ નકલી લાગે છે.છતાં અમે એફ.એસ.એલ માટે સેમ્પલ મોકલી આપ્યા છે.વન્ય પ્રાણીના ચામડા અને નખ ક્યાંથી આવ્યા એ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ચામડા અને નખ અંદાજિત 30 વર્ષ જુના હોવાનું જણાવ્યું છે. જેને કાઢતા પશુઓ ની દુર્ગંધ પણ મારતી હતી. આ સાથે વાઘનું ચામડું અને નખ ખુબ કિંમતી હોય હવે તપાસ માં ઢીલાસ થતા અનેક શંકા ઉદ્દભવી રહી છે. ખરેખર યોગ્ય તપાસ વનવિભાગ કરે તે જરૂરી બની છે.

(10:29 PM IST)