<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

દાબકા ગામેથી લગ્ન પ્રસંગ પતાવી રાત્રે બાઇક પર પરત ફરતા ત્રણ યુવાનોની પાટલામહુ ગામના વળાંક પાસે બાઈકે કાબુ ગુમાવતા પુલિયા ખાબકતા બે યુવાનોના મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાટલામહુ ગામના વળાંકમા બાઈક અકસ્માત સર્જાયો જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા અને એકનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.

      પ્રાપ્ત માહિતી મુજબ સાગબારા તાલુકાના બેડાપાણી ગામના ત્રણ યુવાનો પાડવી રાહુલ દિનેશભાઇ (ઉંમર. 22 વર્ષ) વસાવા સમીર પ્રકાશભાઇ અને વસાવા રોશન ધીરસિંગભાઈ બંનેની( ઉં.આશરે 20 વર્ષ) ત્રણેય યુવાનો GJ 22 F 8955 નંબરની પેશન પ્રો બાઈક લઈને તાલુકાના દાબકા ગામે રાત્રે લગ્ન પ્રસંગે ગયા હતા જ્યા પ્રસંગ પતાવી પરત ફરતી વખતે મોડી રાત્રે મહુપાડા અને પાટલામહુ ગામની વચ્ચે આવેલ વળાંકમા બાઈકના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક નજીકમાં આવેલ પુલિયામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર આ ત્રણ વ્યક્તિઓ પૈકીના પાડવી રાહુલ દિનેશભાઈ અને વસાવા સમીર પ્રકાશભાઇ ના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા જ્યારે વસાવા રોશન ધીરસિંગભાઈ નો આબાદ બચાવ થયો હતો.
   અકસ્માત મોડી રાત્રે સર્જાયો હોઈ, જેમાં અકસ્માત બાદ બે યુવાનો ઘટના સ્થળે મૃત્યુ પામ્યા અને એક યુવાન બેભાન અવસ્થામાં ત્યાં પડ્યો હોય શકે જેથી અકસ્માત સર્જાયો તેની જાણ નજીકના ગામમા રહેતા લોકોને અને  અકસ્માતમાં બેભાન થઈ બચી ગયેલા રોશન વસાવાને વહેલી સવારે થઈ હતી.વહેલી સવારે નજીકના ખેતરમાં કામ કરવા જઇ રહેલા એક વ્યક્તિને આ અકસ્માત સર્જાયો તેની જાણ થતા પાટલામહુ ગામના આગેવાન સુનિલભાઈ વસાવાને કરતા સુનિલભાઈ વસાવા સહીતના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી 108 ને બોલાવવા કોલ કર્યો હતો. અકસ્માત માં ઘાયલ થયેલા રોશન વસાવને સારવાર અર્થે 108 માં સાગબારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયો હતો.જયારે મૃત્યુ પામેલ રાહુલ દિનેશભાઇ પાડવી અને સમીર પ્રકાશભાઈ વસાવને પોસ્ટ મોર્ટમ અર્થે સાગબારા સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. સાગબારા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:30 PM IST)