News of Monday, 12th January 2026
અમદાવાદ એરપોર્ટ પરથી બેંગકોક જતા બે મુસાફરો પાસેથી રૂ.43 લાખની વિદેશી ચલણી નોટો ઝડપાઈ
બે મુસાફરોની શંકાસ્પદ હિલચાલને આધારે તપાસ કરતા તેમની પાસેથી અલગ-અલગ દેશોની ચલણી નોટો મળી

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે વિદેશી ચલણની દાણચોરી અટકાવવા માટે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદથી બેંગકોક જવાની તૈયારી કરી રહેલા બે મુસાફરોની શંકાસ્પદ હિલચાલને આધારે તપાસ કરતા તેમની પાસેથી અલગ-અલગ દેશોની ચલણી નોટો મળી આવી હતી. કસ્ટમ વિભાગે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કસ્ટમ વિભાગની તપાસ દરમિયાન મુસાફરો પાસેથી કોઈ એક નહીં પરંતુ વિવિધ દેશોની ચલણી નોટોનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા કુલ વિદેશી ચલણની ભારતીય બજારમાં કિંમત અંદાજે ₹43 લાખ જેટલી થાય છે. જેમાં મુખ્યત્વે નીચે મુજબની કરન્સીનો સમાવેશ થાય છે,બ્રિટિશ પાઉન્ડ,ઓસ્ટ્રેલિયન ડોલર, યુરો.
પ્રાપ્ત વિગતો મુજબ, આ બંને મુસાફરો અમદાવાદથી બેંગકોક જવાની ફ્લાઈટ પકડવાના હતા. એરપોર્ટ પર સિક્યુરિટી અને કસ્ટમ ક્લિયરન્સ દરમિયાન તેમની પાસે રહેલા સામાન અથવા શરીરમાં છુપાવેલું આ વિદેશી ચલણ પકડાઈ ગયું હતું. આટલી મોટી માત્રામાં વિદેશી ચલણ લઈ જવા માટેના જરૂરી દસ્તાવેજો કે મંજૂરી મુસાફરો પાસે નહોતી.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
