News of Tuesday, 13th January 2026
સુરતના સરથાણામાં બાળકી સાથે આધેડે કરી વિકૃત હરકત : આરોપીની ધરપકડ
આરોપીએ તકનો લાભ લઈને દુકાન પાછળની લેબમાં બાળકી સાથે વિકૃત હરકત કરી:આરોપી ફરી બાળકીના ઘર પાસે પહોંચતા બાળકી ડરી ગઈ અને તેણે સમગ્ર ઘટના દાદાને કહી

સુરતના સરથાણા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક આધેડ વ્યક્તિએ નાબાલિક બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી તેના ભાઈ અને દાદા સાથે દુકાને આવી હતી, પરંતુ પૌત્ર રડતી હોવાથી દાદા થોડા સમય માટે તેને દુકાને મૂકીને ચાલ્યા ગયા હતા. આ દરમિયાન આરોપીએ તકનો લાભ લઈને દુકાન પાછળની લેબમાં બાળકી સાથે વિકૃત હરકત કરી હતી. બાદમાં આરોપી ફરી બાળકીના ઘર પાસે પહોંચતા બાળકી ડરી ગઈ અને તેણે સમગ્ર ઘટના દાદાને કહી હતી. ઘટનાની જાણ થતાં પોલીસને ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી તાત્કાલિક આણંદ વિનોદ ગૃહના માલિક એવા આરોપીની ધરપકડ કરી છે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
