News of Tuesday, 13th January 2026
રાજકોટ સહિત ૪ શહેરો માટે સિટી લોજિસ્ટિકસ પ્લાન્સ લોન્ચઃ ૧.૮૦ લાખ કરોડથી વધૂના પ્રોજેકટસ
ભાવનગર-જૂનાગઢ-જામનગર શહેરો આવરી લેવાયાઃ ત્રણ તબક્કામાં કામ પુરૂ કરાશે

રાજકોટ,૧૩: જાન્યુઆરી ૨૦૨૬: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ભાગરૂપે આજે ‘ગુજરાતમાં ઉન્નત લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા માટે રાજ્ય અને શહેર લોજિસ્ટિક્સ યોજનાઓનું સંકલન' વિષય પર સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના ઉદ્યોગ મંત્રી ડો. જયરામભાઈ ગામિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે એક સીમાચિホરૂપ જાહેરાત કરતા ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાત સ્ટેટ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન' તેમજ રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ શહેરો માટે ‘સિટી લોજિસ્ટિક્સ પ્લાન્સ' લોન્ચ કરવામાં આવ્યા હતા. આ સેમિનાર દરમિયાન લોજિસ્ટિક્સ ક્ષેત્રે સહયોગ સાધવા માટે મહત્વના૩ જેટલા એમ.ઓ.યુ. ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં સંબોધન કરતા ઉદ્યોગ મંત્રી ડો. જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું કે, રાજ્ય અને શહેર લોજિસ્ટિક્સ યોજનાઓનું લોન્ચિંગ અને એમ.ઓ.યુ. પર થયેલા હસ્તાક્ષર લોજિસ્ટિક્સ ક્ષેત્રના વિકાસને વેગ આપશે. આ પહેલ વડા,પ્રધાનશ્રીના ‘વિકસિત ભારત ક્ ૨૦૪૭' ના વિઝન અને ‘આત્મનિર્ભર ભારત' મિશન સાથે સુસંગત છે. સરકાર દ્વારા સુનિヘતિ કરવામાં આવ્યું છે કે, આ યોજનાઓ રાજ્યની લોજિસ્ટિક્સ પોલિસી સાથે સુસંગત રહે, જેથી તેની અમલીકરણ કાર્યક્ષમતા અને ગ્રાઉન્ડ લેવલ પર પ્રભાવ વધારી શકાય.
આ યોજનાઓ હેઠળ અંદાજે રૂ.૧.૮૦ લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સની પાઈપલાઈન તૈયાર કરવામાં આવી છે, જેનું અમલીકરણ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કો વર્ષ ૨૦૨૬-૩૦ અંદાજે રૂ.૪૧.૯ હજાર કરોડ, બીજો તબક્કો વર્ષ ૨૦૩૧-૩૫ રૂ.૧.૧૬ લાખ કરોડ અને ત્રીજો તબક્કો વર્ષ ૨૦૩૬-૪૭ રૂ. ૨૧.૯ હજાર કરોડના ખર્ચે પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
