<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

સુરતમાં ગેસ સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ દારૂ સહિત 7.22 લાખનો મુદ્દામાલ જપ્ત :બે આરોપીની ધરપકડ

પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી જયારે વધુ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ

સુરતમાં ગેસ સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનો પર્દાફાશ થયો છે. ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોની તપાસ દરમિયાન તેમાંમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં એ પણ ખુલાસો થયો કે વાહનની નંબર પ્લેટ ખોટી હતી, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ છુપાવી શકાય. પોલીસે દારૂ સહિત કુલ રૂ. 7.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે વધુ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

(1:43 PM IST)