દેશના વિવિધ રાજ્યોમાં ચોરી કરતી ગેંગ ટાર્ગેટ ગૂગલ પરથી શોધતી હોવાનો ધડાકો
તમિલનાડુ, સિકંદરાબાદ, દિલ્હી સહિત મોટાભાગના રાજ્યમાં હાહાકાર મચાવતી ગેંગને ગુજરાત (સુરત)માં પગ મૂકવાનું ક્રાઇમ બ્રાન્ચે ભારે પાડી દીધું સીપી અનુપમસિંહ ગેહલોત, જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વસ્તની સૂચનાનો ડીસીપી ક્રાઈમ ભાવેશ રોજિયા ટીમના પોલીસ ઇન્સ્પેકટર જયરાજસિંહ ઝાલા તથા સ્ટાફે દિલથી મહેનત કરતા મોટી ફતેહ મળી

રાજકોટ, તા. ૧૩: દેશના વિવિધ રાજ્યોમાં માની એક્સચેન્જ કરતી પેઢીઓને ટાર્ગેટ કરી કોઇ રાજ્યના સીમાડા જોયા વગર ત્રાટકતી ખૂંખાર અપરાધીઓની ગેંગ સુરતને ટાર્ગેટ બનાવે દહેશત ધ્યાને રાખી, આ ગેંગને સુરતમાં કોઈ રીતે ફાવવા ન દેવાની જવાબદારી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરવાનો નિર્ણય સાર્થક પુરવાર થયો છે જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શન હેઠળ ડીસીપી ભાવેશ રોજિયા ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજસિંહ ઝાલા ટીમને મોટી સફળતાના ભાગરૂપે ૪ રીઢા આરોપીને મુદામાલ સાથે ઝડપાયા પોલીસ કમિ‘ર દ્વારા તમામને અભિનદન આપ્યા છે.
દરમ્યાન આજરોજ મોબાઈલ સ્નેચીંગ સ્કોડના માણસોએ ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે, માત્ર મની એક્સચેન્જ ઓફિસ/દુકાનોને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરતી ગેંગના ચાર ઇસમોને સુરત શહેરના અલથાણ રૂમ્સ હોટલમાં રોકાયેલ હોવાની હકીકત મળેલ હોય જે આધારે હોટલ અલથાણ રૂમ્સ ખાતેથી (૧) રિકુ અમરસિંગ ચૌહાણ (ર) યોગેશકુમાર રાજવીરસીંગ ઠાકુર (૩) જુગેન્દ્ર ઉર્ફે જયરામ s/o અશોકસીંગ રાજપુત (૪) અભિષેક હરીન્દ્રસિંગ ઠાકુર નાઓને ઘરફોડ ચોરીના મુદ્દામાલ રોકડા રૂપિયા ૨૩,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ ૦૩ કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૭૩,૦૦૦/- સાથે ઝડપી પાડવામાં આવેલ છે.
આ કામના આરોપીઓ એક ઓર્ગેનાઈજડ ગેંગ બનાવી પોતે મોબાઇલ ફોનમાં ગુગલ ઉપર મની એક્સચેંજ સર્ચ કરી તેને ટાર્ગેટ બનાવી, લોખંડના સળીયા વડે લોક તોડી તેમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી, સરખા ભાગે વહેંચી લઇ, ગુનાવાળી જગ્યાઓ છોડી બીજા રાજ્યના અલગ અલગ શહેરોને ટાર્ગેટ કરવાની એમ.ઓ. ધરાવે છે.
મૂળ ઉતરપ્રદેશના આ વાતની એવા અપરાધીઓ દ્વારા ગુન્હાહિત કાર્ય માટે એક સુવ્યવસ્થિત કંપની પ્રકારની ગેંગ દ્વારા દિલ્હી , નોઈડાથી ટ્રેન મારફત હૈદરાબાદ, તમિલનાડુ અને ચેન્નઈ કસબ અજમાવી સુરતની સમળદ્ધિ અંતર્ગત લાલચ રોકી ન શકયા અને સુરત આવેલ તેમ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ઝાલાની પૂછપરછ દરમિયાન બહાર આવેલ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
