News of Tuesday, 13th January 2026
ટેકવોન્ડો ટુર્નામેન્ટમાં હીરામણિ શાળાની પરમાર દીયાને ગોલ્ડ મેડલ

રાજકોટ : અમદાવાદથી હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ધો.૭ માં અભ્યાસ કરતી પરમાર દીયા હિતેશકુમારે ૯મી સ્ટેટ ટેકવોન્ડો ટુર્નામેન્ટ, ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, અમદાવાદ ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી હીરામણિ સ્કૂલનું ગોરવ વધારેલ છે. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન,સંસ્થાના સી.ઈ.ઓ. ભગવત અમીને, આચાર્યા કોષાબેન પટેલ, કો-ઓર્ડિનેટર ચંપાવત લાલસિંહે તથા વ્યાયામ શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતાં.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
