હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મકરસંક્રાંતિ રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક ગૌરવ અને વિકાસની પ્રેરણા આપે છેઃ રામભાઇ મોકરીયા
ઉતરાયણ પર્વની સૌને શુભેચ્છા પાઠવતા રાજયસભાના સાંસદ

રાજકોટ, તા., ૧૩: ઉત્તરાયણના પાવન પર્વ નિમિતે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા એ ગુજરાત સહિત સમગ્ર દેશના નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેઓએ જણાવ્યું છે કે, મકરસંક્રાંતિ રાષ્ટ્રીય એકતા, સાંસ્કળતિક ગૌરવ અને વિકાસની પ્રેરણા આપે છે.
મકરસંક્રાંતિ ભારતીય સંસ્કળતિ અને પરંપરાનો ગૌરવપૂર્ણ પર્વ છે, જે સૂર્યોપાસના, સકારાત્મક પરિવર્તન અને રાષ્ટ્રીય ચેતનાનો સંદેશ આપે છે. આ પર્વ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ અને સ્થિરતામાંથી પ્રગતિ તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સશક્ત નેતળત્વ હેઠળ દેશ ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ'ના મંત્ર સાથે સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યો છે અને મકરસંક્રાંતિ જેવા પર્વો આ વિકાસયાત્રાને નવી ઊર્જા આપે છે.
આ પર્વ ખેડૂત સમુદાય માટે આશા, સન્માન અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ, આવકમાં વધારો અને કળષિ ક્ષેત્રના આધુનિકીકરણ માટે અમલમાં મૂકાયેલી યોજનાઓ દેશના અન્નદાતાઓને સશક્ત બનાવી રહી છે.
ઉત્તરાયણ અને પતંગોત્સવ માત્ર મનોરંજન નહીં પરંતુ સામૂહિક એકતા, સામાજિક સમરસતા અને સાંસ્કળતિક જોડાણનું પ્રતીક છે, જે સમાજના દરેક વર્ગને એકસાથે જોડે છે.
દેશવાસીઓને અપીલ કરતાં જણાવ્યું કે, મકરસંક્રાંતિની ઉજવણી પર્યાવરણ સંરક્ષણ, જાહેર સુરક્ષા અને સામાજિક જવાબદારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે, જેથી ઉત્સાહ સાથે સુરક્ષિત અને સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે.
આ મકરસંક્રાંતિ દેશના દરેક નાગરિકના જીવનમાં સુખ, સમળદ્ધિ, આરોગ્ય અને વિકાસના નવા દ્વાર ખોલે એવી મારી હાર્દિક શુભકામના રામભાઇ મોકરીયાએ પાઠવી છે.
રામભાઈ મોકરીયા એ ખાસ વિશેષ અપીલ કરી છે કે અત્યારે નાના બાળકો તથા યુવા વર્ગના લોકો જીવતા ઈલેક્ટ્રીક વાયરમાં પતંગ ફસાતા જીવતા વાયરમાંથી પતંગ લેવા માટે લોખંડના સળિયા કે ઈલેક્ટ્રીક શોક લાગે તેવી વસ્તુઓથી પતંગ લેવા જાય ત્યારે જાનહાની થવાની પૂરી સંભાવના છે. તો મારી વાલીઓને પણ નમ્ર અપીલ છે કે પોતાના બાળકોને જાનહાનિ ન થાય તેવું કળત્ય ન કરે તેવી તકેદારી રાખવા કહ્યું છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
