<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

ગુજરાત હાઇકોર્ટના જજ-મુસ્‍લિમ સમાજના રાહબર એસ. એમ. પીરઝાદાનું અવસાન

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧૩ :  સમગ્ર ઝાલાવાડી ઘાંચી મુસ્‍લીમ સમાજના પીરસૈયદ અલહાઝચિશ્‍તી શમશુદીન મેહમુદમીયાબાપુ એસ.એમ.પીરઝાદા ગુજરાત હાઇકોર્ટ જજનું તા. ૧ર ના અમદાવાદ ખાતે જન્નત નશીન પરદે થતા તેઓના મૈયત જનાના હળવદ ખાતે મર્રહુમના વાલીદેન મેહમુદ મીયાબાપુની બાજુમાં મસ્‍જીદ ખાતે મજાર શરીફ ખાતે દફન વિધી થયેલ.

તેઓના મોટા સાહેબ ઝાદા ત્‍થા તેઓના નાના સાહેબ ઝાદા કે તેઓ હાલ હાઇકોર્ટ જજ તરીકે ફરજ બજાવે છે તેઓની હાજરીમાં સમગ્ર ઝાલાવાડી ઘાંચી મુસ્‍લીમ સમાજ તથા પીરસૈયદ શમશુદીન બાપુના કુટુંબીજનો અને તેઓના ચાહકવર્ગના લોકોએ બહોળી સંખ્‍યામાં હાજર રહીને ફૈઝ હાસીલ મરહુમ પીરસૈયદની તસ્‍વીર ત્‍થા તેઓના જન્નાજામાં જોડાયેલ આશીકો તથા તેઓની તસ્‍વીરો સાથે હળવદમાં ઉમટી પડેલ હતા.

માનવ મહેરામણમાં મુંબઇ-અમદાવાદ-વડોદરા વિરમગામ - સુરેન્‍દ્રનગર-થાન- ચોટીલા- રાજકોટ- મોરબી અને વાંકાનેરના પીર સાહેબના આશીકો જોડાયા હતા. 

(3:45 PM IST)