News of Tuesday, 13th January 2026
વરિષ્ઠ પત્રકાર યશવંત મહેતાના અધ્યક્ષ સ્થાને ગુજરાત પત્રકાર સંઘનું અધિવેશન યોજાયુ

અમદાવાદઃ લોકતંત્રની ચોથી જાગીર ગણાતા પત્રકારોના હિતાર્થે સ્થાપનાકાળથી અનેક પ્રકારની લડત લડી રહેલા ગુજરાત પત્રકાર સંઘનું વાર્ષિક અધિવેશન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે સરદાર ક્રોંગ્રેસ ભવનમા યોજાયું હતું.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી અધિવેશનને સંબોધતા વરિષ્ઠ પત્રકાર-સાહિત્યકાર યશવંત મહેતાએ પત્રકાર સંઘનું સફળ નેતૃત્વ કરનારા સાહસિક લોકપ્રિય વરિષ્ઠ પત્રકારોને યાદ કરી પત્રકાર સંઘની સાથે સંલગ્ન પત્રકાર વેલફેર ટ્રસ્ટની યોજનાઓ વિષેની વિસ્તૃત જાણકારી આપી પત્રકારત્વના માધ્યમથી લોકસેવાના કાર્યોમાં યોગદાન આપવા પ્રેરિત કરી કલમની તાકાતનો પરિચય કરાવવા અનુરોધ કર્યો હતો.
ગુજરાત પત્રકાર સંઘનું સફળ નેતૃત્વ કરી રહેલા પ્રમુખ શ્રી બી.આર.પ્રજાપતિએ વર્ષ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકાના પત્રકારોને સંઘ સાથે જોડી ગુજરાત પત્રકાર સંઘના સંગઠનને મજબૂત કરવાનો સંકલ્પ કરી આયોજિત થનારા વિવિધ કાર્યક્રમોની માહિતી આપી હતી. વરિષ્ઠ પત્રકાર અને મહામંત્રી શ્રી નટવરલાલ ભટ્ટ, વરિષ્ઠ પત્રકાર શ્રી પરિક્ષિત જોષી,સંઘના વરિષ્ઠ હોદ્દેદારો અને લોકડાયરાના યુવા કલાકાર ભરતભાઈ પ્રજાપતિએ પ્રાસંગિક પ્રવચનો કરી ગુજરાત પત્રકાર સંઘની સેવાઓને ગૌરવભેર બિરદાવી હતી. પ્રારંભે વરિષ્ઠ પત્રકાર અને લોકસાહિત્યકાર સ્વ.પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવ સહિત દિવંગત પત્રકારોને બે મીનીટનું મૌન રાખી શ્રધ્ધાજંલિ અર્પિત કરી હતી.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
