News of Tuesday, 13th January 2026
સુરતની “દાલ ચાવલ “ગેંગ વિરુદ્ધ GUJCTOK હેઠળ મોટી કાર્યવાહી : ગેંગના દાલ ચાવલ, લસ્સી, બીડી સહીત પાંચ આરોપીઓની ધરપકડ
ગેંગ વિરુદ્ધ અનેક ગુન્હા પોલીસ ચોપડે રજીસ્ટર: સામાન્ય નાગરિકો પર હુમલો કરવો, લોકોની મિલકત પચાવી પાડવી, લોકોને જાનથી મારી નાંખવાની ધમકી આપવી જેવા ગંભીર ગુન્હા આરોપીઓએ આચર્યા છે

સુરતની “દાલ ચાવલ “ગેંગ વિરુદ્ધ GUJCTOK હેઠળ કાર્યવાહી કરી છે. સુરતના ભેસ્તાન પોલીસે આકાર્યવાહી કરી છે. ગેંગ વિરુદ્ધ અનેક ગુન્હા પોલીસ ચોપડે રજીસ્ટર થયા છે. સામાન્ય નાગરિકો પર હુમલો કરવો, લોકોની મિલકત પચાવી પાડવી, લોકોને જાનથી મારી નાંખવાની ધમકી આપવી જેવા ગંભીર ગુન્હા આરોપીઓએ આચર્યા છે.
આ કુખ્યાત ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ કરીને GUJCTOK હેઠળ કાર્યવાહી કરી છે. સુરતની ભેસ્તાન પોલીસે પકડેલા આરોપીઓમાં 1.ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલ, 2.સલમાન ઉર્ફે લસ્સી સલીમ મિર્ઝા, 3.શાહરુખ મજીદ અંસારી 4.અરબાઝ ઉર્ફે બાબા પઠાણ અને 5.સોહેબ ઉર્ફે બીડી પઠાણનો સમાવેશ થાય છે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
