<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

કતારગામ પોલીસ દ્વારા બિલ્ડરની હત્યાની તપાસનો ધમધમાટ : રૂપિયાની લેવડ દેવડ અને મહિલા સાથે લફરાના એંગલથી તપાસ

કતારગામ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી: આરોપીઓમાં એક આરોપી એડવોકેટ તરીકે ફરજ બજાવતો હતો: ઘટનાનું રિ કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું

સુરત : કતારગામ પોલીસે બિલ્ડરની હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. મહિલાને લઈને ઝગડા બાબતે બિલ્ડરની હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. કતારગામ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપી અશ્વિન સોલંકી, હિતેશ સોલંકી અને પ્રફુલ સોલંકીની ધરપકડ. આરોપીઓમાં એક આરોપી એડવોકેટ તરીકે ફરજ બજાવતો હતો. બિલ્ડર વિપુલભાઈ રવજીભાઈ માંડાણીની હત્યા કરાઈ હતી. પોલીસે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરી. ઘટના સ્થળે લઇ જઈ ઘટનાનું  રિ કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચતા મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઉમટ્યું હતું. હત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. હત્યા પાછળ રૂપિયાની લેવડ દેવડ અને મહિલાના અફેરના એગલથી તપાસ કરવામાં આવી રહી છે.

(7:30 PM IST)