<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

એર ઈન્ડિયાની ફ્લાઈટ લેટ થતાં મુસાફરોએ એરપોર્ટ પર જ ગરબા શરૃ કર્યા

એર ઈન્ડિયાની ફ્લાઈટ લેટ થઈઃસુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની દુબઈની ફ્લાઈટ લેટ થતાં મુસાફરો અટવાયા હતાં

સુરત : સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની દુબઈની ફ્લાઈટ લેટ થતાં મુસાફરો અટવાયા હતાં. ફ્લાઈટ લેટ થતાં મુસાફરોએ એરપોર્ટ પર જ ભજન અને ગરબા કર્યા હતાં. સુરત આવી રહેલી ફ્લાઈટને સુરત પહોંચ્યા બાદ મુંબઈ ડાયવર્ટ કરાઈ હતી. દિલ્હીથી સુરત આવતી આ ફ્લાઈટ દુબઈ રવાના થવાની હતી.

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દિલ્હીથી આવતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ દુબઈ રવાના થવાની હતી. પરંતુ આ ફ્લાઈટને સુરત પહોંચ્યા બાદ મુંબઈ ડાયવર્ટ કરાઈ હતી. જેના કારણે મુસાફરો અટવાયા હતાં. મુસાફરોએ એરપોર્ટ પર જ ભજન અને ગરબા કર્યા હતાં. ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવતા બે કલાકથી મુસાફરો અટવાયા હતાં. આ ફ્લાઈટને મુંબઈ કેમ ડાયવર્ટ કરવામાં આવી તેનું કારણ પણ જણાવાયું નથી.

(9:42 PM IST)