<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

અમદાવાદના ગોધાવીમાં ગુજરાતનો પ્રથમ ૧૫૦ કરોડનો પ્રીમિયમ લો-રાઈઝ મોલ આકાર લેશે

મોલનું સ્થાન વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વનું: ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ માટે બની રહેલા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ એરેનાથી માત્ર ૨ કિલોમીટરના અંતરે આવેલું છે

અમદાવાદ નજીક ગોધાવી અને નિધરાડ ગામમાં ગુજરાતનો પ્રથમ પ્રીમિયમ લો-રાઈઝ મોલ તૈયાર થઈ રહ્યો છે. આશરે ૧૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આ પ્રોજેક્ટ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે.

આ મોલનું સ્થાન વ્યૂહાત્મક રીતે મહત્વનું છે કારણ કે તે ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ માટે બની રહેલા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ એરેનાથી માત્ર ૨ કિલોમીટરના અંતરે આવેલું છે.

આ મોલના નિર્માણથી સ્થાનિક રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી આવશે અને આસપાસના વિસ્તારોમાં વેપારી પ્રવૃત્તિઓનો વિકાસ થશે. રમતગમત સંકુલની નજીક હોવાને કારણે અહીં પ્રવાસીઓ અને મુલાકાતીઓની સંખ્યામાં પણ મોટો વધારો થવાની સંભાવના છે.

(10:17 PM IST)