<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

જખૌ બંદરનો વિકાસ: ૧૨૧ કરોડના ખર્ચે આધુનિક જેટી અને હાર્બર બનાવવાની યોજના

સમગ્ર કચ્છના આર્થિક વિકાસને નવી ગતિ મળશે: માછીમારો અને માલવાહક જહાજોને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે

ગુજરાતના દરિયાકાંઠાના અર્થતંત્રને મજબૂત કરવા માટે જખૌ બંદર પર ૧૨૧ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત નવી જેટી અને હાર્બરનું નિર્માણ કરવામાં આવશે, જે બ્લુ ઈકોનોમીને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ વિકાસ કાર્યથી માછીમારો અને માલવાહક જહાજોને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે.

આ આધુનિકીકરણથી બંદરની ક્ષમતા વધશે અને દરિયાઈ વેપારને વેગ મળશે, જેનાથી આખા કચ્છ વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશે.



 

(10:20 PM IST)