હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉત્તરાયણ પર્વે 55 ઈ બસોના 127 ડ્રાઈવરો હડતાલ પર ઉતરતા પ્રવાસીઓ અટવાયા
પોતાના વાહનો લઈને આવનાર પ્રવાસીઓ ને જવા દેવાયા પણ રેલવેમાં વાહન વગર આવનારા અટવાયા

( ભરત શાહ દ્વારા )નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મેનપાવર સપ્લાઈ કરતી બાહ્ય કંપનીઓ સ્થાનિકોનું શોષણ કરે છે પગાર ઓછો આપે છે ત્યારે બે ત્રણ મહિનાથી પગાર થતો નથી એટલે પ્રવાસીઓને વિવિધ પ્રવાસન સ્થળ પર લઇ જતી ઈ બસોની સેવા આજે ખોરંભે પડી હતી. ઉતરાણ પર્વ ટાણે પગાર અને બીજી કેટલી માંગણી ને લઈને 55 ઈ બસ ના 127 જેટલા ડ્રાઈવરો એક સાથે તમામ હડતાલ પર ઉતારી જતા એકતાનગર ખાતે ચાલતી ઈ બસો ના પૈડાં થંભી ગયા હતા. જેની અસર સીધી પ્રવાસીઓ પર પડી હતી. પ્રવાસીઓ એ sou ની ટિકિટ ખરીદી હોવા છતાં તેમને ખાનગી વાહનો કરી ને સ્થળો પર પહોંચવું પડ્યું હતું.
જયારે બીજીબાજુ જે પ્રવાસીઓ પોતાના ખાનગી વાહનો લઈને આવ્યા હતા તેમને કોઈપણ તપાસ કે ચેકીંગ વગર છૂટો દોર આપી દેવામાં આવ્યો હતો, આમ અન્ય દિવસોમાં પ્રવાસીની એક ગાડીને ચાર જગ્યાએ ચેકીંગ કરવામાં આવતી હોય છે જેનાથી પ્રવાસસીઓ કંટાળી જાય છે, હાલમાં ઈ બસોના ડ્રાઈવરોની હડતાલને લઈને તમામ ચેકપોસ્ટો ખુલ્લી મૂકી દેવામાં આવી હતી જ્યાં ફરવું હોય ત્યાં કોઈ રોકટોક પણ નહોતી જોવા મળી . હજુ આ બસ ડ્રાઈવરોએ હડતાલ સમેટી નથી અને આજે ઉતરાયણ પર્વ હોય પ્રવાસીઓ ની સંખ્યામાં વધારો નોંધવાનો ત્યારે બસ ડ્રાઈવરોને સમજાવવાના પ્રયાસો તંત્ર કરી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
