હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજપુત પ્રોફેશનલ્સ ક્લબ દ્વારા કેવડિયા ખાતે રાજપુત પ્રોફેશનલ કોન્ફરન્સ નું આયોજન

( ભરત શાહ દ્વારા ) નર્મદા : શ્રી ગુજરાત રાજપૂત હીતવર્ધક મંડળ ભરૂચ સંચાલિત રાજપુત પ્રોફેશનલ્સ ક્લબ દ્વારા તારીખ 10 અને 11 જાન્યુઆરી 2026 ના રોજ રાજપુત પ્રોફેશનલ કોન્ફરન્સ નું આયોજન GSC બેંક, સહકાર ભવન કેવડિયા ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના યુવા તથા ઊભરતા પ્રોફેશનલ એટલે કે નોકરીયાત અથવા ધંધાદારી વ્યક્તિઓ ને ધંધા તથા નોકરી અંગેનું યોગ્ય માર્ગદર્શન મળી રહે.
હર્ષદ મેહતાના જીવન પર આધારિત બોલિવૂડ ચલચિત્ર "સ્કેમ ૧૯૯૨" માં અશ્વિન મેહતાના રોલથી જાણીતા થયેલા અભિનેતા હેમંતસિંહ ખેર, પ્રખ્યાત મોટીવેશનલ સ્પીકર પંકજ મલ્લ, સીનરજી ગ્રુપ ના ડિરેક્ટર, વનરાજસિંહ ઝાલા, રાજપૂત યુવા નિધિ બેન્કના સ્થાપક પ્રમુખ જયદેવસિંહ વાઘેલા દ્વારા માર્ગદર્શન આપવા આવ્યું હતું. આ કાર્યક્રમમાં 150 ઉપરાંતના પ્રોફેશનલ ભાગ લીધો હતો. આ આયોજન મારફતે રાજપૂતોમાં રહેલા વીરતાના ગુણને રી તરફ લઈ જવા માટેના આવનાર વર્ષના રોડ મેપને નક્કી કરવામાં આવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
