News of Tuesday, 13th January 2026
ઉતરાયણના તહેવારમાં નર્મદા જિલ્લામાં 33 જેટલી 108 એમ્બ્યુલન્સ તૈનાત

( ભરત શાહ દ્વારા )નર્મદા :ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતી ઉતરાયણ આનંદ, મેળાવડા અને ઉત્સાહ ભર્યા પળો લાવે છે. ઉતરાયણનો તહેવાર 14 અને 15 મી જાન્યુઆરી એમ બે દિવસ ઉજવવામાં આવે છે. છેલ્લા ચાર થી પાંચ વર્ષના મળેલ આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને અને માર્ગ ઉપર ટ્રાફિકને કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે. આ ઈમરજન્સીને પહોંચી વળવા નર્મદા 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ તારીખ 14 અને 15 જાન્યુઆરી 2026 એમ બે દિવસ અપેક્ષિત ઇમરજન્સીના વધારાને યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજ્જ છે.
પાછલા વર્ષોની માહિતીના આધારે, ગુજરાતમાં 14 જાન્યુઆરી 2026 ના રોજ આશરે 35.42 % અને 15 મી જાન્યુઆરી 2025 ના રોજ આશરે 29.20 % જેટલા ઈમરજન્સી કોલ્સમાં વધારો નોંધાવાની શક્યતા છે.
સામાન્ય દિવસોમાં આશરે 4424 જેટલા કોલ્સ નોંધાય છે જે 14 મી જાન્યુઆરી 2026 એટલે કે ઉતરાણના દિવસે આશરે 5991 અને 15 મી જાન્યુઆરી 2026 એટલે કે ઉત્તરાયણના બીજા દિવસે એટલે કે વાસી ઉત્તરાયણના રોજ 5716 જેટલા કેસમાં વધારો નોંધાવાની શક્યતા છે.
ઉતરાયણનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ સાથે આ ઉત્સવ દરમિયાન ખાસ કરીને માર્ગ અકસ્માતના કેસો, ટ્રોમા નોનવેહિક્યુલર જેવા કે પડી જવાના, શારીરિક હુમલા અને માનવમાં દોરીથી કપાઈ જવાના કેસો વધુ હોય છે. આ તહેવારમાં સુરક્ષા એ પ્રાથમિકતા છે અને તમામ નાગરિકોને જવાબદારી પૂર્વક ઉતરાણની ઉજવણી કરવા વિનંતી કરવામાં આવે છે. આ સાથે કોઈપણ ઈમરજન્સીના કિસ્સામાં 108 ડાયલ કરતા અચકાશો નહીં. આ ઉતરાયણને બધા માટે આનંદમય સલામત ઉજવણી બનાવીએ.
જો નર્મદા જિલ્લાની વાત કરીએ તો નોર્મલ દિવસોમાં નર્મદા 108 એમ્બ્યુલન્સમાં આશરે 79 જેટલા કેસો નોંધાતા હોય છે પરંતુ ભૂતકાળના ડેટાનો પૃથ્થકરણ કરતા 14 જાન્યુઆરી 2026 ના રોજ આશરે 120 કેસ એટલે કે 51.90 ટકા અને 15 મી જાન્યુઆરી 2026 ના રોજ 86 જેટલા કેસો એટલે કે 8.86 % જેટલો વધારો જોવા મળશે એ અનુમાન કરવામાં આવી રહ્યું છે.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
