હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજપીપળા શહેરના પતંગ બજારમાં વન વિભાગ દ્વારા ચેકીંગથી ફફડાટ : જોકે કઈ પકડાયું નથી
વન વિભાગ દ્વારા ચાઇનીઝ દોરી, માઝા, તૂક્કલનું ચેકીંગ હાથ ધરાતા વેપારીઓ ફફડ્યા

(ભરત શાહ દ્વારા ) નર્મદા: ઉત્તરાયણના આગલે દિવસે રાજપીપળા શહેરના પતંગ બજારમાં તંત્ર દ્વારા ચાઈનીઝ દોરી સહિતનું ચેકીંગ કરાતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.
મુખ્યમંત્રી દ્વારા શરૂ કરાયેલા કરૂણા અભ્યાન હેઠળ રાજ્યના બજારોમાં ઉત્તરાયણ પર્વે ચાઇનીઝ દોરી, માઝા અને તુકકલો પર પ્રતિબંધ ફરમાવવા માં આવ્યો છે.તેમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા આવી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ થાય છે માટે રાજપીપળાના પતંગ બજારમાં રેંજ ફોરેસ્ટ અધિકારી અને તેમની ટીમ દ્વારા રાજપીપળાના બજારોમાં ચેકીંગ હાથ ધરતા ફફળાટ ફેલાયો હતો.જોકે કોઈ દુકાનેથી ચાઇનીઝ વસ્તુ મળી નથી પરંતુ રેન્જ ફોરેસ્ટ અધિકારી દ્વારા તમામ વેપારીઓને કડક સૂચના અપાઈ છે કે કોઈ પણ પ્રતિબંધિત વસ્તુનું વેચાણ ન કરે અને જો વેચવાની કોશિશ કરાશે તો તાત્કાલિક પગલાં ભરવામાં આવશે.
દર વર્ષે તંત્ર દ્વારા ચાઈનીઝ બનાવટની વસ્તુ બાબતે ચેકીંગ હાથ ધરાય છે પરંતુ ચેકીંગમાં કોઈ પ્રતિબંધિત વસ્તુઓ મળતી નથી પરંતુ ઉત્તરાયણમાં આકાશમાં ઉડતા પ્રતિબંધિત તુકકલ કે અન્ય વસ્તુઓ દ્વારા કોઈને ઇજા કે નુકશાન ન થાય એ માટે દર વર્ષે ચેકીંગ કરાઈ છે.
આ બાબતે રાજપીપળા વન વિભાગના આરએફઓ જીગ્નેશ સોનીએ જણાવ્યું કે આજના ચેકીંગ માં કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી પરંતુ લોકો ની સુરક્ષા અને પ્રતિબંધિત વસ્તુ ના વેચાઈ તે માટે ચેકીંગ જરૂરી છે, સાથે સાથે લોક જાગૃતિ માટે પક્ષીઓ ઘાયલ ના થાય તેની તકેદારી રાખવી અને કોઈ ઘાયલ પક્ષી જણાય તો વન વિભાગ માં જાણ કરવા પણ સુચના આપવામાં આવી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
