News of Tuesday, 13th January 2026
શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ, રાજપીપળા ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળાની શ્રી રત્ન સિંહજી મહિડા કોમર્સ કોલેજ ખાતે એન.એસ.એસ. અંતર્ગત સ્વામી વિવેકાનંદની 164મી જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમની શરૂઆત કોલેજના આચાર્ય તથા એન.એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. હિતેશ ગાંધી દ્વારા કરવામાં આવી.તેમણે પોતાના વક્તવ્યમાં શ્રી સ્વામી વિવેકાનંદજી ના જીવનના અલગ અલગ પ્રસંગો ટાંકીને આજના યુવાનોએ કેવી પ્રેરણા લેવી જોઈએ તે વિશે વિગતવાર સમજાવ્યું. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા યુવાનોને પ્રેરણા આપે તેવા વ્યક્તિત્વ ઉપર વ્યાખ્યાન આપવામાં આવ્યું. ત્રીજા વર્ષની વિદ્યાર્થીની તડવી તોરલ દ્વારા શ્રી સ્વામી વિવેકાનંદજી પર, બીજા વર્ષની વિદ્યાર્થીની પાટીલ નીલિમા દ્વારા સાવિત્રીબાઈ ફૂલે પર, બીજા વર્ષના વિદ્યાર્થી વસાવા કાર્તિક દ્વારા રાજા રામમોહનરાય પર ,ત્રીજા વર્ષના વિદ્યાર્થી ઘરિયા મીતિરાજ દ્વારા ક્વીક કોમર્સ એટલે કે બ્લિંકીટ પર, બીજા વર્ષની વિદ્યાર્થીની નકુમ યશરા દ્વારા મલાલા યુસુફઝાએ પર, વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સામાજિક, આર્થિક ,ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્ષેત્રે પરિવર્તન લાવેલા વ્યક્તિઓના જીવન ચરિત્ર વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓ જોડાયા હતા. કાર્યક્રમ નું સમાપન રાષ્ટ્રગીત ગાઈ ને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન એનએસએસ ના સહ પ્રોગ્રામ ઓફિસર અને કોલેજના પ્રા. ક્રિષ્નાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
