નવીનગરી દેડિયાપાડાથી સુકા ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા નવીનગરીથી ગાંજા સાથે એક વ્યક્તિને નર્મદા SOG ટીમે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે
મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ નાઓ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર ચાલતી માદક પદાર્થોની હેરાફેરી/વેચાણની પ્રવૃતિઓને સંપૂર્ણ રીતે નેસ્ત નાબુદ કરવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના ના આધારે પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા એસ.ઓ.જી શાખા નર્મદા તથા પો.સ.ઈ. સી.ડી.પટેલ તથા એસ.ઓ.જી શાખાનાં માણસો દ્વારા મળેલ બાતમી આધારે પ્રહલાદભાઇ ગુલાબભાઇ તડવી રહે- નવીનગરી, ડેડીયાપાડા, જી.નર્મદા પોતાના કબજાના રહેણાંક ઘરમાંથી વેચાણ કરવા માટે રાખેલ ગેરકાયદેસર માદક પદાર્થ સુકો ગાંજો ૧૦૪ ગ્રામ કિ.રૂ.૫૨૦૦ /- નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે. તેમજ નર્મદા જીલ્લા પોલીસ નાર્કોટીક્સના ગેરકાયદેસર ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરતાં ઈસમોની પ્રવૃત્તિને ડામવા માટે સતત પ્રયત્નશીલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
