તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Wednesday, 14th January 2026
બાલાસિનોરમાંથી પોલીસે પ્રિતબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો
36 હજારનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો:અન્ય એક ફરાર શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી

બાલાસિનોર : બાલાસિનોર શહેરમાંથી પોલીસે વધુ એક શખ્સને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતા ઝડપી લીધો છે. તેમજ પોલીસે રૂપિયા ૩૬ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
બાલાસિનોર ટાઉન પોલીસે મળેલી બાતમીના આધારે જયઅંબે સોસાયટીમાં દરોડો પાડીને મનોજ બાબુભાઇ મહેરા નામના શખ્સને રૂ.૩૬ હજારની કિંમતની ચાઇનીઝ દોરીની ૪૮ ફીરકી સાથે ઝડપી લીધો હતો. જેની સામે ગુનો દાખલ કરી આ કેસમાં જ ફરાર સંજય ધીરજભાઇ મહેરા નામના શખ્સને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો પહેલાં પણ પોલીસે ટીમ્બા મહોલ્લામાંથી એક શખ્સને ચાઇનીઝ દોરીની ૩૬ ફીરકી સાથે પકડયો હતો.
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
