News of Wednesday, 14th January 2026
આયુષ તબીબો અને શિક્ષકો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: ૧-૪-૨૦૦૫ પહેલાના કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આયુષ પ્રભાગ હેઠળ ફરજ બજાવતા વર્ગ-૧ અને વર્ગ-૨ના તબીબો તથા અધિકારીઓ માટે દિવાળી જેવો નિર્ણય લીધો છે. જીપીએસસી પાસ કરનાર કર્મચારીઓની એડહોક સેવા હવે નિયમિત ગણાશે.
રાજ્ય સરકારે આયુષ પ્રભાગના અધિકારીઓની એડહોક સેવાને નિયમિત સેવા સાથે સળંગ ગણવાનો મહત્વનો ઠરાવ જાહેર કર્યો છે. આ નિર્ણય અનુસાર, ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા લેવાતી નિયમિત ભરતી પરીક્ષા પાસ કર્યા પહેલાની એડહોક સેવાને ખાસ કિસ્સામાં વિનિયમિત કરી સળંગ ગણવામાં આવશે.
સૌથી મહત્વની વાત એ છે કે જે કર્મચારીઓની એડહોક સેવા ૧લી એપ્રિલ, ૨૦૦૫ પહેલાની હશે અને તેને વિનિયમિત કરવામાં આવશે, તેમને જૂની પેન્શન યોજનાનો સીધો લાભ મળવાપાત્ર થશે.
આ સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારે એક 'સ્પેશિયલ સેલ'ની રચના કરી છે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે જે કર્મચારીઓએ રાજીનામું આપ્યું હોય, સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોય કે જેમને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હોય, તેમને આ લાભ મળશે નહીં. આ નિર્ણયથી લાંબા સમયથી એડહોક ધોરણે ફરજ બજાવતા અને ત્યારબાદ નિયમિત થયેલા સેંકડો કર્મચારીઓને આર્થિક અને નિવૃત્તિ બાદના લાભોમાં મોટો ફાયદો થશે.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
