News of Wednesday, 14th January 2026
બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ભયંકર અકસ્માત: ડિવાઇડરની રેલિંગ તોડી બેકાબૂ કાર દુકાનમાં અથડાઈ
ઠલકી ગ્રામ પંચાયત સરપંચની નેમ પ્લેટ પણ મળી: કાર સરપંચ ચલાવતા હતા કે અન્ય કોઈ વ્યક્તિ ? પોલીસે કારચાલકને ઝડપીને પૂછપરછ હાથ ધરી.

છોટાઉદેપુર: કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ભયંકર અકસ્માત સર્જાયો છે. બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ઘટના બની હતી . ડિવાઇડરની રેલિંગ તોડી બેકાબૂ કાર દુકાનમાં અથડાઈ હતી. કારમાંથી વિદેશી દારૂનો ગ્લાસ મળ્યો હોવાની પણ ચર્ચા જાગી છે. ઠલકી ગ્રામ પંચાયત સરપંચની નેમ પ્લેટ પણ મળી આવી હોવાની ચર્ચા જાગી છેવ, કાર સરપંચ ચલાવતા હતા કે અન્ય કોઈ વ્યક્તિ તે મોટો સવાલ છે. પોલીસે કારચાલકને ઝડપીને પૂછપરછ હાથ ધરી. રાત્રિ દરમિયાન દુકાનો બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી. કારમાં સવાર ચાર પૈકી ત્રણ લોકો ફરાર થયા હતા .
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
