તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Wednesday, 14th January 2026
ઊંઝામાં ઊંઝામાં કમળાના ત્રણ કેસ નોંધાયા :કેસ વધતા હવે પાણીપુરીની લારીઓ બંધ કરાવાઈ
નગરપાલિકાએ જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને પાણીપુરીના વેચાણ પર અનિશ્ચિત મુદત સુધી પ્રતિબંધ મુક્યો

મહેસાણા જિલ્લાના ઊંઝામાં કમળાના વધતા વધતા હવે પાણીપુરીની લારીઓ બંધ કરવામાં આવી છે..નગરપાલિકાએ જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને પાણીપુરીના વેચાણ પર અનિશ્ચિત મુદત સુધી પ્રતિબંધ મુક્યો છે. ઊંઝામાં કમળાના ત્રણ કેસ નોંધાયા છે..આ ત્રણેય દર્દીઓની પાણીપુરી ખાધાની હિસ્ટ્રી સામે આવતા તંત્રએ તાત્કાલિક અસરથી પાણીપુરીની લારીઓ બંધ કરાવી છે. આરોગ્ય વિભાગ અને પાલિકાની સંયુક્ત ટીમે પાણીપુરી બનાવતા યુનિટો અને લારી પર તપાસ પણ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. અનેક સ્થળોએ અખાદ્ય તેલ, બગડેલા બટાકા, જૂના ચણા અને દૂષિત પાણીનો ઉપયોગ થતો હોવાનું જોવા મળ્યું હતું.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
