<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ડ્રગ્‍સ, દારૂ સહિતના વ્‍યસન કેટલા નુકશાનકારક ? કાલે ‘‘સ્‍કુલ ડે'' ગુજરાતી ફિલ્‍મનો પ્રિમીયર શો

લાલા પિકચરના નિર્માતા રાજેશ મહેતા દ્વારા અમદાવાદમાં આયોજનઃ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા ફિલ્‍મ નિહાળવા અપીલ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ તા.૧પ, પ્રવર્તમાન સમયમાં શાળામાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને ડ્રગ્‍સ અવેરનેશ તેમજ વ્‍યસન મુકિત બનાવવા સરકારશ્રી તેમજ વિભિન્ન સંસ્‍થાઓ દ્વારા બેનર, જાહેરાતો તેમજ મુવી તૈયાર કરવામાં આવી રહી છે.

ત્‍યારે લીલા પિકચર નિર્માતા મુળ (ગઢળી) હાલ અમદાવાદ લીલા ગ્રુપના ચેરમેન અને વેદાત ઇન્‍ટરનેશનલ સ્‍કુલના સંચાલક રાજેશભાઇ ભાણજીભાઇ મહેતા  ફિલ્‍મના નિમાર્તાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે, આજનું યુવાધન વિદ્યાર્થીઓ ખરાબ સંગતને લઇને સિગારેટ, તમાકુ, દારૂ, ડ્રગ્‍સના બંધાણી થઇ રહયા છે અને તેમની આ આદતને લઇ તેની કારકિર્દી પર ખૂબ ખરાબ અસર પડે છે.

ત્‍યારે વિદ્યાર્થીઓને વાલીઓને, સમાજને આ વિદ્યાર્થી કે જે આપણા દેશનું આવતી કાલનું ભવિષ્‍ય છે તેને વ્‍યસનથી દુર રાખવા મેસેજ આપવાના હેતુથી આ ફિલ્‍મ બનાવવામાં આવ્‍યું છે. રાજેશભાઇ    મહેતાએ વધુમાં જણાવેલ કે, માત્ર વિદ્યાર્થીઓ યુવાધન વ્‍યસન થી દુર રહે તેવા ઉદેશથી આ ફિલ્‍મ બનાવવામાં આવી છે પૈસા કમાવાનો કોઇ કોમર્શીયલ ઇરાદો નથી આ ફિલ્‍મની ટીકિટ સામાન્‍યરીતે ર૦૦ રૂા. છે જેમાં થતો ૭૦ રૂા. નો નફો બાદ કરી વિદ્યાર્થીઓને માત્ર ૧રપ રૂા. માં ટીકીટ આપવામાં આવશે.

તા.૧૬ જાન્‍યુ. રાત્રે ૮ કલાકે સિનપોસિસ નેકસસ અમદાવાદ, વનમોલ સામે વષાાપુર ખાતે પ્રિમીયર શો યોજાનાર છે. આ ફિલ્‍મના નિર્માતા રાજેશ મહેતા સાથે અશોકભાઇ લોડલીયા દિગ્‍દર્શક જયેશ  ત્રિવેદી અને તેની સમગ્ર ટીમ દ્વારા ખુબ સરસ પ્રયાસકરાયો છે અને અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીએ માધ્‍યમિક, ઉચ્‍ચતર માધ્‍યમિક, સરકારી ગ્રાન્‍ટેડ, નોન ગ્રાન્‍ટેડ શાળાઓનાઆચાર્યને એકપરિપત્ર જારી કરી આ મુવી નિહાળવા ભલામણ કરેલ છે.

તેઓએ જણાવેલ કે પ્રવર્તમાન સમયમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને ડ્રગ્‍સ અવેરનેશ તેમજ વ્‍યસન મુકત બનાવવા આ સ્‍કુલ ડે મુવી નું નિમાર્ણ રાજેશભાઇ મહેતા અને તેની ટીમને આ ફિલ્‍મ બનાવવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા અને આ ફિલ્‍મ નિહાળતા વિદ્યાર્થીઓને શિખવવામાં અવો છે કે ડ્રગ્‍સ, દારૂ તેમજ અન્‍ય વ્‍યસનો કેટલો નુકશાનકારક છે તેનાથી દૂર રહેવા નિર્માતાના મો. નં. ૭૬૦૦૪ ૨૦૪૦૫ ઉપર અભિનંદન પાઠવયા છે.

(11:46 AM IST)