<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

સમગ્ર ઝાલાવાડી મુસ્‍લિમ સમાજના પીરે તરકત શમ્‍શુદ્દીન બાપુનું દુઃખદ અવસાન

 

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર સમગ્ર  ઝાલાવાડી ઘાચી સમાજ પીર સૈયદ અલ્‍હાજ, ચિશ્‍તી શમ્‍શુદ્દીન મહેમુદમીયા બાપુ (એસ.એમ.પીરઝાદા- ગુજરાત હાઇકોર્ટ જજ સાહેબ) નું તા. ૧ર/૧/ર૦ર૬ ના રોજ અમદાવાદ પોતાના રેસીડેન્‍ટ ખાતે જન્નતનશીન-પર્દે થયા છે.

તેઓના મય્‍યત જનાઝા સુરેદ્રનગર જીલ્લાના હળવદ ખાતે પોતાના વાલદૈન મહેમુદમીયાની બાજુમાં મસ્‍જીદ ખાતેના મઝારશરીફમાં દફન વિધી થયેલ. આ સમયે તેઓના બે ફરઝંદો (પુત્રો) જેમાં મોટા પુત્ર ડોકટરછે અને નાના સાહેબઝાદા ગુજરા હાઇકોર્ટમાં જજ તરીકે ફરજ બજાવે છે. તેઓની હાજરીમાં સમગ્ર ઝાલાવાડી ઘાંચી મુસ્‍લિમ સમાજ તથા પીર સૈયદ શમ્‍શુદ્દીન બાપુના કુટુંબીજનો અને તેઓના અનુયાયીઓ તેમજ વિશાળ  ચાહક વર્ગ આ સમયે બહોળી સંખ્‍યામાં હાજર રહીને ફૈઝ હાંસીલ કરેલ.

આ મૈયત જનાઝામાં હજારોની સંખ્‍યામાં આશિકો તથા તેઓના કુટુંબીનો હાજર રહ્યા હતા તેમજ મુંબઇ-અમદાવાદ- વડોદરા-સુરત-પાલીતાણા- વિરમગામ-કચ્‍છ- સુરેન્‍દ્રનગર-થાન-ચોટીલા-વાંકાનેર -રાજકોટ- મોરબી અને તે ઉપરાંત બહારગામના લોકો આ સમયે હાજર રહ્યા હતા.

મર્હુમની દસમાની ઝીયારત તા.રર/૧/ર૦ર૬ને ગુરૂવાર સવારે ૧૦ વાગ્‍યે સુન્ની મુસ્‍લિમ ઝાલાવાડી ઘાંચી જુમાતખાના -હળવદ મુકામે રાખવામાં આવેલ છે.

(11:53 AM IST)