<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, રમેશ ટીલાળા બારે માસ...હેપ્‍પી બર્થ ડે

પ્રચારના ઢોલ નહિ, લોકોપયોગી કામનો રણકો

રાજકોટઃ શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલોને રમેશ ટીલાળા બારે માસ... સદાય સાદગીભર્યા રૂપમાં એટલે એને મળી સજ્જન સેવકની ઉપમા એવા રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્‍ય શ્રી રમેશ ટીલાળા માટે આજે વિશેષ મહિમાવંતો દિવસ છે. તેમનો જન્‍મ તા.૧૫ જાન્‍યુઆરી ૧૯૬૪ના દિવસે થયેલ આજે યશસ્‍વી જીવનના ૬૩માં વર્ષની ડોરબેલ વગાડી છે.

ઉમદા ઉદ્યોગપતિ શ્રી રમેશ ટીલાળા પ્રથમ વખત ધારાસભ્‍ય તરીકે ચૂંટાઇને લોકસેવામાં સવાયા સાબિત થયા છે. તેઓ ખોડલધામના ટ્રસ્‍ટી અને શાપર-વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એશો.ના ચેરમેન છે. સરદાર વલ્લભભાઇ પટેલની સ્‍મૃતિમાં તાજેતરમાં તેમણે પદયાત્રા યોજેલ. સિમ્‍પલ લીવીંગ અને હાઇથીર્કીગમાં માને છે. હકારાત્‍મક વિચારધારા તેમની આગવી ઓળખ છે. તેમનું જીવન નમણુ છે. સેવા માટે વહેતુ ઝરણુ છે. ખૂલ્લી આંખે દેખાતુ શમણુ છે. વધે તેમની નામના, એવી જન્‍મદિનની શુભકામના. મો.૯૯૦૯૯ ૦૮૭૮૭, રાજકોટ.

(12:22 PM IST)