News of Thursday, 15th January 2026
આત્મનિર્ભર હણોલ મહોત્સવ ૨૦૨૬માં ગ્રામીણ બજાર ખુલ્લું મૂકતા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય રાજ્ય નિમુબેન બાંભણિયા અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિ આગેવાનોએ ગ્રામીણ બજારના સ્ટોલ્સની મુલાકાત લઈને માહિતી મેળવી હતી તેમજ પ્રોત્સાહન પૂરું પાડ્યું: પાલીતાણા તાલુકાના ગામોમાં કચરાના કલેક્શન માટે ૧૯ ઈ-રીક્ષાનું લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧પ : પાલિતાણાના હણોલ ગામે આયોજિત આત્મનિર્ભર હણોલ મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત કેન્દ્રીય કળષિ, ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે ગ્રામીણ બજારને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતુ. આ તકે કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમત- ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને ગ્રાહકોની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રિય રાજય નિમુબેન બાંભણિયા અને રાજ્યના કળષિ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ ભારતીય ઓલમ્પિક એસોસિએશનના પ્રમુખ પી. ટી. ઉષા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ડૉ.મનસુખભાઈ માંડવીયા સહિત આગેવાનોએ ગ્રામીણ બજારના સ્ટોલ્સની મુલાકાત લઈને માહિતી મેળવી હતી તેમજ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત પાલીતાણા તાલુકાના ગામોમાં કચરાના કલેક્શન માટે ૧૯ ઈ-રીક્ષાનું લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
આ તકે ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, ડેપ્યુટી મેયર મીનાબેન પારેખ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઇ રાબડીયા, જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, ઇન્ડિયન ઓલિમ્પિક એસો.ના વાઈસ પ્રેસિડન્ટ અજયભાઈ, આગેવાન દિગ્વિજયસિંહ ગોહિલ, કુમારભાઈ શાહ, જિલ્લા ગ્રામ વિકાસ કચેરીના સ્પેશિયલ કમિશનર બી.એન. પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર જયશ્રીબેન જરુ, ધનરાજ નથવાણી સહિત જિલ્લાના અધિકારીઓ- પદાધિકારીઓ, હણોલ તેમજ આસપાસના ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતા.(કૌશિકભાઈ- માહિતી ખાતુ-ભાવનગર)
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
