<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

રાજ્‍ય કક્ષાની એથલેટિક મીટ અંડર ૧૧માં સુરત ખાતે સુખપુર ગામના વિદ્યાર્થીનો ડંકો

 

આટકોટઃ રાજ્‍ય કક્ષાની એથલેટિક મીટ અંડર ૧૧ માં બાબરા તાલુકાના સુખપુર ગામના યોગેશભાઈ ગોહિલના પુત્ર સત્‍યજીત ગોહિલ કોળી સમાજના દીકરાએ ૨૦૦ મીટર દોડમાં પ્રથમ સ્‍થાન મેળવી ગોલ્‍ડ મેડલ અને રોકડ પુરસ્‍કાર મેળવેલ છે અને  કોળી સમાજ નું ગૌરવ વધાર્યું છે. શિક્ષક સ્‍ટાફ તેમજ બાબરા તાલુકાના અને આસપાસ વિસ્‍તાર માં ખુશી ની લાગણી વ્‍યક્‍ત થઈ રહી છે. અને બાબરા તાલુકાના પાંચાળ વિસ્‍તાર એટલે પછાત વિસ્‍તારમાંથી આવી મોટી સિદ્ધિ મેળવવી એટલે એક મહત્‍વ પૂર્ણ બાબત ગણાઈ છે. આગામી સમય માં સત્‍યજીત નેશનલ લેવલે ગોલ્‍ડ મેડલ જીતવાની અને સમાજનું ગૌરવ વધારવા મહેચ્‍છા ધરાવે છે

(1:43 PM IST)