<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

અમદાવાદમાં ઉત્તરાયણની રાતે યુવકની હત્‍યા

જુના ઝઘડાના સમાધાન માટે બોલાવી ચિરાગ ઉપર ૪ લોકો તુટી પડયા

અમદાવાદઃ શહેરના મણિનગરમાં કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્‍ડ નજીક અગાઉના ઝઘડાની અદાવત રાખીને મકરસંક્રાંતિની રાત્રે એક યુવકની નિર્મમ હત્‍યા થઈ છે. અમરાઈવાડીમાં રહેતા ૨૩ વર્ષીય રાહુલ રાઠોડે તેના નાના ભાઈ ચિરાગની હત્‍યા અંગે મંથન ઉર્ફે રૂત્‍વિક પરમાર તથા જયદિપ શાહ, હર્શીલ શાહ અને વિજય ઉર્ફે વી.પી. પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.

સમાધાન કરવાના બહાને બોલાવીને આ શખસોએ ચિરાગ પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના સાક્ષી તરીકે ચિરાગના મિત્ર નયન અને ગૌરાંગ મકવાણા હાજર હતા

(3:28 PM IST)